Loksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસોગુજરાતમાં 7 મેએ લોકસભાની 25 સીટો પર મતદાન થવાનું છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં ચૂંટણી સભા સંબોધી હતી.
પીએમ મોદીએ પૂર્વની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે 2024 પહેલા દેશમાં એવી સરકાર હતી જ્યાં ચારે તરફ આતંકવાદ અને ભ્રષ્ટાચાર હતો. દેશમાં નિરાશાનો માહોલ હતો. તમે ગુજરાતના ભાઈ-બહેનોએ મને 25 વર્ષથી સરકારમાં કામ કરતો જોયો છે. તેમણે કહ્યું કે દેશના સામર્થ્યનો હું એક પૂજારી બન્યો છું. ત્રીજી ટર્મમાં દેશને વિકસિત ભારત બનાવીશું. ત્રીજા ટર્મની સરકાર બને તે પહેલા 100 દિવસના કામનો એક્શન પ્લાન બનાવી લીધો છે. ત્રીજા કાર્યકાળમાં ગરીબના કલ્યાણ અને ખેતીના કલ્યાણ માટે કામ કરીશું.
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતની બધી સીટ જીતીને મને સંતોષ નથી, આપણે બધા પોલીંગ બુથ જીતવાના છે. તમારો એક મત ઉમેદવારને નહીં પરંતુ મને મળશે. ગુજરાતમાં કોંગ્રેસને એકવાર હરાવ્યા બાદ પરત ફરવા દીધી નથી. એક ચા વાળો અને એક ગુજરાતી દાળભાત ખાવાવાળો શું કરી શકે તે તમે દેખાડ્યું છે. બીજી ચૂંટણી આવી તો 2019માં ચોકીદાર ચોર અને મોદી ખૂનના સોદાગર કહેતા હતા. 2019ની ચૂંટણી પછી આ લોકોએ મોદીનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં હજુ ઓછી સીટો જીતશે. પ્રથમ બે તબક્કાના મતદાન પર કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને એકપણ સીટ મળશે નહીં. આ લોકોની મહોબ્બતની દુકાન એ ફેક ફેક્ટરી છે. આ લોકોએ ફેક વીડિયોની દુકાન ખોલી છે. અનામત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે અનામત આપે છે. એસટી, એસસી અને ઓબીસીને જે અનામત કાયદામાં મળ્યું છે તે કોઈ છીનવી શકે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે મને ગુજરાતીએ મોટો કર્યો છે તો તમે ચિંતા ન કરો. તેમણે કહ્યું કે દેશના લોકોએ કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો છે તેને હું લૂંટાવા દઈશ નહીં. ગાંધી પરિવાર પર હુમલો કરતા કહ્યું કે આ ચૂંટણી એવી છે જેમાં ગાંધી પરિવાર કોંગ્રેસને જ મત આપી શકશે નહીં.Lok Sabha Election 202412.
PM Modi Reached Banaskantha PM Modi Speech PM Modi Gujarat Visits Gujarati News BJP Gujarat Pm Narendra Modi લોકસભા ચૂંટણી 2024 PM મોદી બનાસકાંઠા પહોંચ્યા PM મોદીનું ભાષણ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે ગુજરાતી સમાચાર ભાજપ ગુજરાત પીએમ નરેન્દ્ર મોદી ડીસામાં પીએમ મોદીની જાહેરસભા
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
Read more »
Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
Read more »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
Read more »
ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે.
Read more »
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યાં આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદનLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી દીધી છે. સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. તો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર આપેલા એક વિવાદિત નિવેદનને વિવાદ થયો છે.
Read more »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
Read more »